સાથ ચાલી બતાવ બંદા,
માત આપી ઝુકાવ બંદા.
હાથ ઝાલી બહાર લાવ્યો,
કેમ એતો જણાવ બંદા ?
જિંદગી થઈ ખતમ હવેતો,
કેટલી આજ રાવ બંદા ?
આવ આજે નજર ભરી લે,
બંધનો તો ફગાવ બંદા.
રંગ પૂરી છબી ચિત્રાવે,
ભાગ તારો પડાવ બંદા.
નામ હોઠો પર ના આવવા દીધું,
કાજલ એટલા તો તમને ચાહયા હતા.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply