જિંદગી જીવાતી હતી અનેકો પ્રશ્ર્નાર્થ વચ્ચે,
તુ મળ્યો રાહ નવી મળી તારા સંગાથ વચ્ચે.
ઈચ્છાઓને નવું ફલક મળ્યું હવે શમણાં માટે,
સંબંધ વિકસ્યો આજ બે અલ્પવિરામ વચ્ચે.
શું વિચારી વધું હવે આગળ આમાં કહેને?
ના ઈચ્છું કયારેય આમાં પૂર્ણવિરામ વચ્ચે.
કહાણી આપણી જાણશે આ જગત હવે તો,
નથી જરૂર કોઈ હવે વિરામ કે આરામની વચ્ચે.
કાજલ દિવાની બની નામ હરિ તારું રટતા,
ગાશે ગીતોમાં હવે તો અવતરણ ચિહન વચ્ચે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply