તું ને હું
તું ને હું ?
ઓહ! આપણે નહીં?
માત્ર હમ તુમ કે યુ એન્ડ મી?
હા! બે વ્યક્તિ જ ..
જેમ નદીના બે કિનારા ..
સમાંતર ચાલતા રેલના પાટા.
ધરતી ગગનનું આભાસી મિલન,
જાણે સૂર્યોદય પહાડ પરનો, લાગે તેમાંથી જ નીકળ્યો.
કે સૂર્યાસ્ત એ સાગર કિનારાનો, લાગે સાગરની આગોશમાં સમાતો.
તું ને હું એટલે આમજ ને?
એકબીજાથી દૂર પણ એકમેકમાં ગુંથાયેલ.
સતત એકમેકની હુંફ અનુભવીયે .
પણ..!
મિલન આકાશકુસુમવત જને?
ચાંદને ચાંદનીની સાક્ષી એ રોજ એકબીજાને તેમાંજ જોતા..
હૈયાના ધબકાર બનતા,
સ્નેહ પામવા ઝઝુમતા રહેતા.
તન અલગ મનનું ઐકય અનુભવતા.
તું ને હું નામ જ અલગ .
કાજલ કોણ ભેદ પાડી શકયા ?
કાન્હ રાધા કે શ્રી હરિને ભક્તના ભેદ કોણ પામી શકયા?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply