સ્મરણ તારું હંમેશ હૈયે કીધું
હોઠ પર નામના રહેવા દીધું .
આંખે તારીજ તસ્વીર રહેતી.
પ્રેમરસનું કઈ અમૃત પીધું
વિષના પ્યાલા જગતે બહુ દીધા,
આંગળી હવે કઈ દિશાએ ચીધું.
મીરા પ્રેમતો જીવી જ ગઈ આમ,
શ્યામ તારું નામ ક્યારેય લીધું?
કાજલ તો બની દિવાની તારી જ,
હરિનામ આમ ક્યાં તે લીધું છે સીધું ?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply