દિમાગ કરે લાભની ગણતરીઓ.
દિલ લુટાવે સ્નેહ બેહિસાબ હવે.
કાજલ
—————
ચાને ચાહતનો એવો રંગ ચડ્યો,
સંગ આ મહેફીલનો રંગ ભળ્યો.
કાજલ
—————
તડકો છાયો
ચક્ર ચાલ્યું, સતત
ધરતી જખીલી?
—————
તીરછી નજરે ચોરી ચોરી, જયાં જોયા તમને,
પળભર શ્ર્વાસ રોકી, નજર માંડી જયાં જોયા તમને.
મળી એક નજરને, સદામાટે બની ગઈ તમારી.
જિંદગી કરી દીધી નામ તમારે ,જયાં જોયા તમને.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
—————
હૈયું હરખે નજરું મલકે,
હોઠ પર તારું નામ છુપે.
ત્યાં ચહેરો પ્યારથી ચમકે ,
દિલમાં છબી તારી ઉપસે.
કાજલ
27/05/17
Leave a Reply