હાથ ફેલાઉને તમે સામે-પાસે હો એવીજ જિંદગી ઈચ્છું છું.
મારી આંખો ખુલેને તમને જોઉ હર સવાર અવી ઝંખુ છું.
રાતના ઓળા ઉતરેને, આંખો મીંચાયને તમે સાથે હો એજ ચાહું છું.
કહું એજ કે મારી નજરમાં તમે તમે જ હો એજ માગું છે.
જિંદગીના હર શ્ર્વાસ પર તમારું જ નામ હોય તેજ શ્ર્વાસે ભરું છું.
મારી હર ખુશીમાં તમે સાથ રહો, તમારી ખુશી નુ કારણ બનુ અેજ ચાહું છું.
તમારા દુખોને પીડાની ભાગીદાર હું જ હોઉ તે ઈચ્છું છું.
આ ઈચ્છાઓની યાદીતો ધણી લાંબી છે, બસ સાથ તારો જ માગું છું.
કાજલતો બસ તમને તમનેજ ચાહે છે,એ કબુલું છું
હજોરો લાખોવાર, શ્ર્વાસે શ્ર્વાસે નામ તારું જ કહેવા માગું છું.
સખા તારા વગર મારી જિંદગી અધુરી અધુરી જ રહે કહેવું છું.
કાજલ
કિરણ પિયુષ શાહ
1989
Leave a Reply