ગઝલ કયાં હતો?
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા
વારતા કે ધારણામાં ક્યાં હતો?
યાદના સંભારણામાં, ક્યાં હતો?
પોટલું માથે મુકી ચાલી હવે,
રોકવા વિચારણામાં, ક્યાં હતો?
નાર ઉભી વાટ જોતી પાદરે,
બાળ પોઢે પારણામાં ક્યાં હતો?
વેશ યોગીના પહેરી ચાલવું,
ત્યાગ માટે બારણામાં ક્યાં હતો?
મા તણી માયા વિસારે સંત જ્યાં ,
હેતના ઓવારણાંમાં ક્યાં હતો?
કાજલ
કિરણ પિયુષ શાહ
29/05/17
Leave a Reply