આપો મને
હેમાબેન ઠક્કર મસ્ત ના મત્લા પરથી રચના-
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા
રૂપ મારું લઈ ખટક આપો મને.
પાપથી દૂરી નરક આપો મને.
લાગણીની વાત માડું સાથમાં,
આજ મીઠો એક હક આપો મને.
હાર માનું ચાલ મારી જીતને
નામ માટે એક તક આપો મને.
આંગણે હરિ આવતો ત્યાં આવજો,
આવકારો બેધડક આપો મને.
લાજ મારી તુુંજ હાથે સોપવીં ,
આશરો એવો પલક આપો મને.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply