આપો મને.
હેમાબેન ઠક્કર મસ્ત ના મત્લા પરથી રચના-
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા
સાથ આવે તે અટક આપો મને,
નામ સાથે નવ ચમક આપો મને.
ભૂલ થઈ ભૂલી પડી ત્યાં રાહ દે .
ઈશ પાસે ગઈ સડક આપો મનેે.
શાંતિ આપે ભાવ એવો આપ જે,
શોધ થઈ એવો ફલક આપો મને.
જિંદગીમાં એક સારું કામ દે,
પાસ થાઉ તે સબક આપો મને.
મંજિલે લઈ જાય તેવા મારગે,
નીકળી હું કે ઝલક આપો મને.
જાત સાથે વાત ભૂલું વાટમાં,
તો હવે મારો મલક આપો મને.
કારણો તારા હશેને?બોલને ?
માંગવાથી શું , ફલક આપો મને?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply