ગઝલ
1)હૈયે દાબી બેઠો..
હૈયે દાબી ચિંગારી બેઠો,
નોખી લઈને બીમારી બેઠો.
આજે લાચારીમાં કેવો જો,
વાતોમાં કઈ ઉગારી બેઠો.
રમવા કઈ સાથે ખિલાડી છે,
બાજી જીતી જુગારી બેઠો.
મૃત્યું આવેતો આવે એવું,
લઈ સાથે તે ચકચારી બેઠો.
‘કાજલ’ ભૂલી પડ દૂનિયામાં,
માથે મારે બનવારી બેઠો.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply