હેયે બેઠો છે.
હૈયે દાબી કઈ ચિંગારી બેઠો છે.
નોખી લઈને એ બીમારી બેઠો છે.
આજે લાચારીમાં કેવો મુંગો છે?
વાતોવાતોમાં ઉગારી બેઠો છે.
રમવા સાથે કઈ કેવા ખિલાડી છે,
બાજી જીતી આ જુગારી બેઠો છે.
મૃત્યું આવેતો આવે એવું આજે,
લઈ સાથે તેને ચકચારી બેઠો છે
‘કાજલ’ ભૂલી પડ તુંતો આ દુનિયામાં,
માથે મારે તો બનવારી બેઠો છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply