પાયલ અછાંદશ
પગમાં પહેરી ઝાંઝરનો ઝણકાર
બાજે છમ છમનો સૂરીલો રણકાર
હૈયે તારી પ્રિત કરે મીઠો ખનકાર,
ગુંજે આંગણ પાયલના ભણકાર.
તારા વિણ સુનો મારે ઓરડે છમકાર,
નજરે ધુમે તારી મુરતનો આકાર,
સલોણા સપના કર હવે સાકાર,
કરીશને પ્રિયે તું હવે પ્રિતનો સ્વીકાર?
મિલન તણા સૂરો ગુંજયા હવે ચોકાર,
કાજલના હૈયાનો તુંજ તો ધબકાર.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply