માય ડીઅર જિંદગી
કયાં ખોવાઈ છે તું?
નથી કયાંય મળતી ?
ફોન કરું , મેસેજ કરું
તારો નો રીપ્લાય?
ઓહ માય ડીઅર જિંદગી !
હું તને જ તો પુછું છું.
તારો લડવાનો જોશ ,તારું જીતવાનું ઝનૂન…
કયાં ગયું આ બધું ?
તું તો મારી પ્રેરણા …
મારી હિંમત.
તો
અચાનક તું કયા ગાયબ?
મારી મિત્ર મારી સહેલી મારી આત્મા…
હા!
તારા વગર ..
અહસાસ વગરનું હૈયું ..
સ્પંદનો વગરનું મન.
સત્ય અસત્યની પરખ,
દયા, માયા ,મોહ, મમત્વ ,
ક્રોધ, મદ, માન, અપમાન,
ધર્મ , અધર્મ તારી જ તો દેન.
ઓ જિંદગી..
મારી
માય ડીઅર જિંદગી..
ભરી દે ફરી જોશ ઝનૂન !
મારી..અંતરઆાત્મા
તારા વગર…મારીજિંદગી
કેમ બને ડીયર જિંદગી?
માય ડીઅર જિંદગી?
કાજલ
કિરણ પિયુષ શાહ
01/05/17
Leave a Reply