ભાગ્ય”
હા ! ખબર છે.
મારા નસીબમાં તારો સાથ નથી.
તો શું થયું ..
ચાહત કંઈ કિસ્મતની બાંદી છે?
કિસ્મતમાં તું હોય તોજ થાય?
પ્રેમ થાય એજ તો ભાગ્ય છે.
સરવાણી વ્હાલની .. હેતની,
પ્રેમની એમ જ થોડી થાય?
એતો.
તારા ગમવાથી તને ગમે તે ગમવું .
તારા રંગમાં રંગાવું
મેઘધનુષી સપના ..
બંધ આંખો એ તારી જ છબીનું જોવું .
તો
તારા હૈયામાં એક ખુણો મારા નામનો,
તારી આંખનો ચમકારો,
બંધ હોઠોનો ફડફડાટ
તારી નજરમાં દેખાતી પ્યાસ.
આજ તો મારું ભાગ્ય છે.
હાથમાં તારા નામની લકીર નથી તો શું થયું ..
મારા હૈયે….. હોઠે.. દિલની …હર ધડકનમાં તારું જ નામનું ગુંજવું ..
હા ! પ્રિયે પર્યાપ્ત છે..
આ જીવનને જીવવા માટે..
મારું ભાગ્ય..
કયારેય અલગ નહીં કરી શકે..
મારી યાદોમાં થી તને, તારી યાદોમાં મને !
આજીવન …
કાજલ
કિરણ પિયુષ શાહ
02/05/17
Leave a Reply