ભાર લાગે એવું તો આ ભણતર છે.
ના સમજાય એટલું તો ગણતર છે.
મહેનત કરી શરીર થકવ્યું ખુબ,
તન મન તાજગી ઝંખતું કળતર છે.
હ્રદયાસને હરિ બેસાડયાં રાજ કરે તે,
વિશ્વાસ સામે મળતો પ્રેમજ વળતર છે.
અહંમને મમત્વની લડાઈ ચાલ્યા કરી,
આત્માની ઓળખ માટે થતું ગળતર છે.
સત્યને અસત્યના માર્ગની પરખ કરવા,
ચાલ્યા કર્યુ જીવનનું આજ ઘડતર છે.
ઈમારત સંબંધોની ચણવા માંડી હવે,
પ્યારને સ્નેહની દિવાલોનું ચણતર છે.
પુરસ્કારને માનનીઅપેક્ષા રાખે સૌ,
કાજલ પરાકાષ્ઠાની હદ નું મળતર છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
03/05/17
Leave a Reply