સાગર તટે
સાગરતટે ટહેલતા..
સાગરના મોજાંની આવન જાવન સાથે..
મનસાગરમાં તારી યાદોના મોજાં ઉમટયાં,
કેટલી સાંજ અહીં વીતાવેલ..
આજ તું નથી મારો હાથ પકડી ,
ભીની રેતીમાં પગલાં પાડવા,
તારી યાદો તારું સ્મરણ , સ્પર્શની અનુભૂતિ આજ પણ એવી જ છે!
સાગરના મોજાં વિખરાતા છવાતા આ ફીણ..
દૂર સૂ્ર્યનુ અસ્ત થતા,
આકાશ રચાતી લાલાશ મઢી રંગોળીની ભાત ,
આ પક્ષી ઓનો કલરવ,
તારું મૌન બની તેની સાથે એકાકાર બનવું..
આજ પણ નજર સમક્ષ ચિત્રપટ જેમ પસાર થાય છે.
તારું કહ્યા વગર અચાનક ચાલ્યા જવું..
હા! ખાલીપો લાગ્યો ..
પણ ,તારી યાદો એ મને ભરી દીધી એક નિશ્ર્ચિતંતા થી..
તારી પ્રતિક્ષા …
વિશ્ર્વાસ છે. ..તારા કારણો સાથે,
આવીશ તું .
આજ સાગરનો કિનારોને સૂર્યાસ્તનો સમય હશે.
તારા હાથમાં મારો હાથ ..
રેતીમાં પડશે તારા પગલાં સાથે મારા પગલાં..
પડછાયા આપણા એકાકાર બનશે.
સૂર્યાસ્ત સાથે થશે શમણાનો ઉદય.
થશે ને સાકાર આ શમણું..?
વિશ્ર્વાસ મારો સાચો પાડવા આવીશ ને?
કે વિખરાઇશ હું આ મોજાંના ફીણ સાથે ફીણ બનીને?
કાજલ
કિરણ પિયુષ શાહ
05/05/17
Leave a Reply