શબ્દોમાં વ્યકત થાય નહી ,
કે લખાય નહીં ,
આ લાગણીના પૂર,
હૈયાના હેત ,
મુલ કરાય નહીં,
આ માગણીના આતૂર.
કારણો પુછાય નહીં,
મુખે બોલાય નહીં ,
આ રાગીણીના સૂર.
ભૂલ્યા ભૂલાય નહીં ,
યાદ પણ કરાય નહીં ,
આ નાગણીના ક્રુર.
સ્પર્શ કરાય નહીં,
દૂર રહેવાય નહીં,
આ આંગણીના આતુર
કાજલ.
06/05/17
Leave a Reply