ગઝલ
ગાલગાગા ગાલગાગા ગાલગા
કામની વાતો તમે ભુલશો નહી,
માન રાખી આમ કઇ ઝુકશો નહી.
થોડુ જાણી વાતનો તાળો મળે,
ભાર રાખી જાતને ચુકશો નહી.
માનવું ના માનવું તારું સખી?
વાત માની રાગ કઇ મુકશો નહી.
ગણ ગણી ચુપ રહે તું રોજ જ્યાં,
શક કરીને મૌન થઇ , ભુલશો નહી.
સાચને ક્યાં આચ છે , માનું હવે,
મૌન પાળી ભેદ આ બુજશો નહી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply