ચાલને સખી જઇએ , મેળે કાંઇ ચિતડું ચોરાય,
મેળાની રંગીન દૂનિયામાં મન ભરમાય.
હૈયું હરખાયને જોબન છલકાય ,
સરખી સાહેલીના મનડાં હરખાય.
ચાલ ને ..
પ્રીતની રીતનો મેળામાં મેળાપ જળવાય
સાજનના સૂરનો સાદ હૈયે સંભળાય .
ચાલને ..
આંખોમાં મારી , તારી જ છબી દેખાય,
હોઠો પર હવે તારા જ ગીતો ગવાય.
ચાલને સખી…
મનના માણીગર સાથે મસ્તીમાં ભાન ભુલાય,
સાથી સંગાથે જીવતરનું ભાતું બંધાય.
ચાલને સખી…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply