વનપ્રવેશ બે કદમોનો..
આજ હું પચ્ચાસની થઈ,
કર્યો વનપ્રવેશ ….
વિચાર આજ ઘેરી વળ્યા ,
શું મેળવ્યુ?
5 આંકડાની સેલેરી, 3 બેડરુમનો વૈભવશાળી ફલેટ.
મનગમતા પુસ્તકો ,સીડીની ભરમાર..
42′ ના એલસીડી સામે એકલી હું?
ના તાલી માટે કોઈ હાથ.
ના રડવા કોઈનો ખભો..
ના પ્રશંશા ના ટીકા,
ન કોઈ રોકનાર ના રાહ જોનાર?
મારી સાથેના સૌ તેના સંસાર માં ગળાડુબ,
મા ,સાસુ માંથી દાદી બન્યા.
હરખના તેડા કર્યા.
હું … મારી આઝાદી ને એકલતા સાથે એકલી..
સૌને હું ખુબ સુખી લાગુ ,
પણ હું સુખી છું?
મારો નિર્ણય કયા ખોટો પડયો?
ના કોઈ ત્યાગ નહીં ફરજ પુરી કરી તી,
સાથી તો મે પણ ઈચ્છયો તો,
થોડો ચડીયાતો..
તો ખોટુ શું હતું એમાં?
મારી આશા ને આકાંક્ષાની કિંમત આ એકલતા.?
મુખ ભર હાસ્ય ચડાવી મુખવટો પહેરી …
હવે આમજ જીવી જવાનું.
હમસફર ના સહી..
કોઈ બે કદમનો સાથ મળે તો..??
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply