શ્રી કુમાર જૈમીની શાસ્ત્રીના મિસરા પરથી ગઝલ:
આગ પર ચાલી , હવે પળમાં ઠરી શકતો નથી,
કાળજી રાખી , તને વાતો કરી શકતો નથી.
ઝાંઝવાની આશ ફોગટ લાગતી ભવ પાર ત્યાં,
ધારણા મારી તને સામે, ધરી શકતો નથી.
મોકલે તું યાદ તારી સાંભળીને સાચવું?
જાળવી તે હેત થી મનમાં ભરી શકતો નથી.
ચાહ મારી આહ થઇ તો પણ હજી કયાં માનવું?
સાગરે આજે હવે ત્યાં હું તરી શકતો નથી.
આંસુ મારા નીર જેવા ધોધમારે આવતા,
તોરણીયા બાંધી ,તોફાને ડરી શકતો નથી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply