સમાચારપત્ર જેવી મારી આ જિંદગી,
રોજ સવાર થતા નવી તાજા જિંદગી.
સાંજ પડે શમણાની પસ્તી જેવી વાસી,
કિતાબ બનું માનવની સાચી મિત્ર જિંદગી.
ગમશે કિતાબ બની વરસો સુધી સચવાતી .
રદ્દીના ભાવે ખરીદ વેચાણ કરતી જિંદગી.
કાગળ પર ઉતારું ભાત ભાત લાગણી,
વાંચુંને વંચાવું આજ દુનિયા ભરની જિંદગી.
કાજલ શમણાની સહેલ કરાવે આ પુસ્તકો,
કલ્પનો નવા આલેખું ચિત્રો નવા રચાવે જિંદગી.
કાજલ
કિરણ પિયુષ શાહ
23/04/17
Leave a Reply