સમય જતાં લાગે હવે ભૂલાયેલી વાત,
ધુળ ખંખેરતા ,જાણ્યું સચવાયેલી વાત.
સુખ દુખ ના ચક્કર ચાલ્યા કરે,
સંઘર્ષ જીવન માં અવિરત આવ્યા કરે.
ચાર દિનની જિંદગી શામાટે લડાઈ ?
બસ બધું વિસરી, મનભરી જીવ્યા કરે.
વ્યાખ્યા તારીને મારી નોખી અનોખી ,
સમજણનો દીપ પ્રગટાવી લાવ્યા કરે.
દરિયા જેવડું દિલ બે બુંદ
નાસમજી ની,
દૂધમાં પડેલ મેળવણ સમજી તાવ્યા કરે.
કાજલ આપે પરીક્ષા રોજ નવી સમજણથી,
લોકો મન ફાવે તેમ અર્થ તારવ્યા કરે.
કાજલ
કિરણ પિયુષ શાહ
24/04/17
Leave a Reply