તારા વિરહની વ્યથા મનમાં સાચવી છે.
મુખ પર હાસ્યને ઓઢી દિલમાં સાચવી છે.
મિલનની ઝંખનાને સપનામાં રોકી રાખીતી,
આશના તંતુએ જિંદગી મારામાં સાચવી છે.
શ્ર્વાસોની મહેંકતી ખુશ્બુ અંતરને મહેંકાવે,
અરમાનોની સજેલ ડોલી ભીતરમાં સાચવી છે.
જાગતી આંખોને છબી તારી જ દેખાય ત્યાં ,
ફરતી લક્ષ્મણરેખા દોરી ઉરમાં સાચવી છે.
‘કાજલ’ મર્યાદાને સમજણને સાથ રાખ્યા,
યાદોના બારણા બંધ કર્યા બારીમાં સાચવી છે.
‘કાજલ’
કિરણ પિયુષ શાહ
25/04/17
Leave a Reply