મહેચ્છા
તારી સાગર જેટલી ઈચ્છા,
મારી એક જ મહેચ્છા તને ખુશ જોવાની.
તારે ઉડવું મુક્ત આકાશે…
મારે ધરતી બની રહેવું.
તારે તરવા સાતે મહાસાગર.
મારે કિનારો બની રહેવું.
તારા જાવું હિમાલયને સર કરવા ને
મારે તળેટી બની રહેવું…
તારે કરવો નિરંતર પ્રવાસ .
તારા સપના તારી ઈચ્છાંઓ
આસમાન ને આંબવાની..
મારી એક માત્ર મહેચ્છા તારા સપના પુરા થાય તેની સાક્ષી બની રહેવાની..
તારી હર ઈચ્છાની પુર્તિ જોવાની..
સાથના ચાલી શકુ તારી દૌડમાં,
માણીશ તારી હર જીતને.
તારે પગલે ચાલ્યા કરીશ..
તારી સાથી બની ..
તારો પડછાયો બનીને.
પુરી કરીશ ને મારી એક માત્ર ઈચ્છા .. મહેચ્છાને..?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply