લહેર ….મોજું
વાતાનુકુલ ઓફિસમાં તારો વિચાર આવતા..
મારા સમગ્ર શરીરમાં એક હોટવેવ પ્રસરી જાય..
મારા માથે તારી યાદ પ્રસ્વેદ બની ટપકવા લાગે…
આ તારા પ્રેમની જ અસર ને?
તારી યાદોના ઝાઝવા ગરમી માં શીત લહેરખી બની વિટળાઇ જાય.
તો કયારેક તારા ઉચ્છવાસવાસની ગરમી અચાનક મારા બદનમાં અનુભવાય.
હું હંમેશા તારી યાદોના મોજામાં તણાયે જાવ..
તારા પ્રેમના દરિયામાં લહેરોમાં વહેતો રહું ..
તારા બાહુપાસમાં બંધાયેલ ..
તારા અધરામૃતને માણ્યા કરું..
મને વહેવા દઇશ ને નિરંતર તારી પ્રેમની લહેરમાં.
તારી લાગણીના ધસમસતા પુર જેવા આ મોજામાં..
ચાલ તરીના શકીએ તો ડુબી જઇએ આજ એકમેકમાં ..
બરાબરને પ્રિયે?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply