શમણાની ઈમારત હવે ચણવા દે,
દુનિયાદારીની ચાદર મને વણવા દે.
ચોપડીઓ વાંચી પંડિત થયા સહું,
અનુભવની કથા હવે ભણવા દે.
કમાણી કરી તિજોરીઓ ભરી બહું,
સંબંધોની ફોરમ હવે લણવા દે.
નવરાશના મળી આ દૌડધામ કરી,
ફુરસદ પંળોજણ જ ટાળવા દે.
“કાજલ” વ્હાલની હેલીની ચાહક,
લાગણીઓ નો ઢાળે મને ઢળવા દે .
“કાજલ”
કિરણ પિયુષ શાહ
02/04/17
Leave a Reply