અછાંદસ
શીર્ષક -વિરહ
ગમે છે મને વિરહ તારા મિલન પેલોનો..
તારી પ્રતિક્ષાનું મીઠું મીઠું દર્દ..
બેચેન બની આમથી તેમ ટહેલ્યા કરું,
અકારણ વારંવાર સમય જોવ છું,
તારીખયું જોઇ મનમાં જ કરું ગણતરી.
જુદાઇની અે વસમી વેળા ….
વારંવાર યાદ આવે છે.
તારા માટે કરાતો..શ્રીંગાર ..
સાદગીમાં ખોવાય છે.
ખડખડાટ હાસ્ય… મંદ સ્મિત બને છે.
રસોઇ મારી સુની થઇ જાય છે.
રાતોતો તારા સપનામાં જ પુરી થાય છે..
દિવસની બેચેની કેમે છુપાવું..
પણ છતાં તારી જુદાઇનો વિરહ મને ગમે..
વિરહ પછીના મિલન ની પ્રતિક્ષા મને ગમે છે..
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply