હરાવી જા કહેવામાં સહેલું છે હવેતો ત્યાં,
તમારી વાત થી ભૂલી, રડાવી માત લાવી છું
કહેવાથી ન માને તું હવેતો શું કરું બોલી,
પરણ ની યાદ માં આવી અનેરી રાત લાવી છું
ચલો રમઝટ રમી રાસે કરીએ કૈ ધમાલો કે,
સખા માટે રજા પાડી શમણા સાત લાવી છું.
તને આપું જગત મારું ,કહેવા થી જ બોલો તો,
હવે આવી નવી યાદો તણી સૌગાત લાવી છું.
તને આપું જગત મારું કહેવા થી હવેતો લ્યો,
ચલો આવી નવી યાદો તણી સૌગાત લાવી છું.
દિવાની કૈ બની તારી બતાવું કેમ વાલાજી ,
મિલનની નિશાની લઇ સિતારા વાત લાવી છું,
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply