આજ નિદ્રાસનનું અજબ જેવું ઘારણ ચડયું .
ઇલ્જામ તારી યાદોના ઉજાગરાનું કારણ ચડયું .
જીવનભર કર્યા કર્યુ સંવેદનાઓ નું વૈતરું,
આંખોએ શમણાંનો પાટો , ઇચ્છાનું મારણ ચડયું .
સૂર્યોદય નૂતન જ અનુભવ્યો તારી સંગાથ,
જીવનના સંગ્રામમાં નિર્મોહીતાનું ભારણ ચડયું.
પ્રિત કરી મેં હરિનામ થી એવી જાગ્રત પણે,
રાધા ને બદલે દિવાની નામ ધારણ ચડયું .
કાજલ નામ જપયા કર્યુ અજપા જાપ જેમ,
જીવન તારા ચરણે સર્મપીત કરું તારણ ચડયું.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply