તારા શ્ર્વાસોને મહેસુસ કર્યા કરું ,સ્પર્શી ના શકું,
તલભરની દૂરી નહિં શ્ર્વાસો કેમ ભરું , સ્પર્શી ના શકું.?
વાતો કરી દૂનિયા ભરની મનમાં હતું કહિંના શકું
આંખો એ કરી ઇશારામાં વાતો શરુ , સ્પર્શી ના શકું.?
અસહ્ય લાગે આ દૂરી તારા થી પાસ છતાં દૂર ?
તારી એક મુશ્કાન પર હું મરું , સ્પર્શી ના શકું?
હાથ લંબાવવાની પણ જરુર નથી ટેરવા માણે ,
ખુશ્બુને શ્ર્વાસોમાં ભરું લાગણીમાં તરું ,સ્પર્શી ના શકું?
અંતરના ભાવોને ઉરમાં છુપાવ્યા કૈદ કર્યા ,
કાજલ સમજુ શાણી બની હવે ફરું ,સ્પર્શી ના શકું?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply