શરૂઆત તો બધાની જેમ
નિજાનંદ માટે જ થઈ હતી.
પણ..એકવાર
એ નિજાનંદને વહેંચ્યો
ત્યારે
કોઈએ વખાણ્યો
કોઈએ પ્રમાણ્યો
કોઈએ વાહ..કહ્યું
તો વળી કોઈએ પોતાને અનુરૂપ સુધારા સૂચવ્યા
ને, “ગમતાંનો કરવો ગુલાલ” એવું કહ્યું,
મને લાગ્યું કે,
મારી સંવેદનાઓ “વિસ્તરી” રહી છે.
આજે
મારો આગવો નિજાનંદ
‘લોકરંજન’ માં પરિવર્તિત થયો છે
ને
લોકો કહે છે..
મારો સૂર્ય મધ્યાહ્નમાં છે!!
લક્ષ્મી ડોબરિયા
3 may
Leave a Reply