સમય નામના શિક્ષકને સાદર વંદન 🙏
ટાણે ક ટાણે
કસોટી કરવાની
સ્વભાવગત આદતને વશ થઈ
ગઈકાલે
સમયે મારા ખાલી ખોબામાં
થોડાક સપનાં મૂક્યાં
ને,
સંજોગોએ એને મેઘધનુષી રંગો વડે રંગી દીધા!
પણ..
મારા પગ તો લડખડાવા લાગ્યા,
હું તરત જ સભાન થઈ ગઈ
ને,
પૂરેપૂરી સ્વસ્થતા સાથે
મેં એ રંગીન સપનાંને
સમયના પ્રવાહમાં વહાવી દીધા.
આજે..
વાસ્તવિકતાની ભૂમિ પર હું સ્થિર છું
અને
ખુદને પૂછી શકું છું કે,
” આ હાથમાં શું નથી ? ”
——– લક્ષ્મી ડોબરિયા.
5 sep 19
Leave a Reply