મને ખબર છે
કે
પહોંચ મારી બહુ ઊંચી નથી
ને
ખાસ કહી શકાય એવી નથી કોઈ ઓળખાણ
અને હા,
ડીગ્રી પણ એકે ય નથી હોં મારી પાસે..
વળી,
નામની આગળ કોઈ વિશેષણ લાગે એવા સ્થાને પણ હું નથી
પણ..તો ય હું એટલું જાણું છું કે,
મારી પાસે મારા શબ્દો છે,
અને હું સાંભળી શકું છું મારો ઝીણો અવાજ
કારણ કે..મારી પાસે મારું મૌન છે.
લક્ષ્મી ડોબરિયા
Leave a Reply