કોઈને મળવા
કોઈને સાંભળવા
કે ક્યારેક
પોતાની વાત કરવા માટે
મોટા ભાગે
એમ સાંભળું કે..
શું કરું?
સમય જ નથી મળતો
ત્યારે
મનોમન પૂછી લઉં છું કે..
સાચ્ચે જ
સમય નથી?
કે
સંવેદના નથી?
મને ધરપત છે કે,
આટલું પૂછવાની મારી સંવેદના તો
‘પોતાનો સમય’ કાઢી જ લે છે.
લક્ષ્મી ડોબરિયા
Leave a Reply