આજે મારી ફિલ્મ થીએટરમાં લાગી. મારા જીવન પરથી જ બનેલી. જે પુસ્તક મેં આજથી દસ વર્ષ પહેલા લખ્યુ હતું. મને નહતી ખબર કે મને ખોટી રીતે જે જેલમાં નાખવામાં આવ્યો છે, તેના પર હું લખીશ અને પછી તેના પરથી ફિલ્મ બનાવવામાં આવશે. ટિકિટ લઈ અને હું થીએટરમાં પહોંચ્યો. અંધારૂ હતું એટલે કોઈ મને ઓળખી ન હતું શકવાનું. ફિલ્મ જ્યારે પુરી થઈ કે હું રડવા લાગ્યો. બહાર નીકળ્યો, મને ખબર નહતી કે સ્ટારડમ કઈ બલાનું નામ છે અને તે લોકો આ જીવન કેમ જીવતા હશે. પરંતુ જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે લોકો મારી આજુબાજુ ઘેરી વળ્યા. મને પ્રથમ વખત સ્ટારડમનો અહેસાસ થયો. લોકો મારી આસપાસ ઘેરી વળ્યા. મારા ઓટોગ્રાફ લેવા માડ્યા. હું લોકોની આંખોમાં જોતો હતો અને મને 1983ના મારા જેલના દિવસો યાદ આવતા હતા. આ કહાની છે એમ. ચંદ્રકુમારની જેમની નોવેલ લોકઅપ પરથી વીસરાનાઈ ફિલ્મ બની અને આ ફિલ્મ હવે ઓસ્કરમાં છે.
ચંદ્રકુમારને લોકો હવે ઓટો ચંદ્રનના નામે ઓળખે છે. તેની પાછળનું રિઝન તેમણે વર્ષો સુધી ઓટો ચલાવેલી છે. ઓટોરિક્ષામાં જે અનુભવ થાય તે દુનિયાના લગભગ કોઈ લોકોને નહિ થતો હોય અને આજ અનુભવો પરથી તેમની નવલકથાઓ પસાર થાય છે. 1983માં તેમને આંધ્ર પ્રદેશની ગંતુર જેલમાં 13 દિવસ માટે મોકલવામાં આવ્યા. અને ત્યાં વિના કોઈ કારણે તેમને યાતનાઓ સહન કરવાનો વારો આવ્યો. તેમના આ જીવન અનુભવ પરથી નવલકથા લખાઈ લોક અપ, જે તેમણે 10 વર્ષ પહેલા લખી લીધી હતી અને હવે 2006માં બુક લોન્ચ થઈ. આ તો ભલુ પુછો ધનુષનું કે તેના કારણે આ પુસ્તક પરથી ફિલ્મ બની અને હવે તે ભારતની સતાવાર ઓસ્કારમાં એન્ટ્રી કરી ચુકી છે. ચદ્રનું માનવુ છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ અને આટલી પબ્લિસિટી મેળવ્યા બાદ પણ મને એવુ જરાપણ નથી લાગી રહ્યું કે, મારૂ જીવન બદલાયુ હોય. હું હજુ જ્યાં છુ ત્યાં જ છું. અને મને એ વાતનું ગૌરવ છે. હમણાં તો એક બીજા ડિરેક્ટરે તેમની નોવેલ પરથી ફિલ્મ બનાવવાની ઘોષણા કરી દીધી છે.
જ્યારે તેમની રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોય, ત્યારે રિક્ષાના પાછળના ભાગમાં બેસી તેઓ પોતાની નોવેલનું પ્રુફ રિડીગ કરતા હોય છે, અથવા તો જુની મેન્યુસ્ક્રિપ્ટ તપાસતા હોય છે. આ તેમનો ક્વોલીટી ટાઈમ સ્પેન્ટ કરવાનો તરીકો છે. બાળપણમાં દંગ્ગા ફસાદના કારણે તેમણે માતા પિતા ગુમાવ્યા. એકલા પડ્યા એટલે પગ જ્યાં ઉપડ્યા ત્યાં લઈ ચાલવા માંડ્યા અને આ રીતે ચૈન્નઈથી હૈદરાબાદમાં પહોંચ્યા. તેમનું માનવુ છે કે અહીંથી તેમની લાઈફે કંઈક યુ ટર્ન લીધો. મફતમાં ટ્રેનમાં બેસી વિજયવાડા પહોંચ્યા. જ્યાં તેમણે ક્રિષ્ના નદિ પર એક નજર કરી અને આંખો મીંચી દીધી. ક્રિષ્ના નદિ ઉપરથી પસાર થતી ટ્રેન જોઈ વારંવાર લાગ્યા કરતુ હતું કે આજે છલાંગ મારી દઉં, પણ તેવુ તે કોઈ દિવસ ન કરી શક્યા.
પોતાના ઘરથી 42 કિલોમીટર દુર ગંતુરમાં ચંદ્રકુમાર કામ કરવા જતા. ત્યાં તેઓ એક હોટલમાં નોકર તરીકે હતા. જ્યાં તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. ચંદ્રને આ શું થઈ રહ્યું છે તેની કોઈ જાતની ખબર ન હતી. તેમની સાથે બીજા લોકો પણ હતા, જે આ અન્યાય સહન કરી રહ્યા હતા, પણ લાચાર એટલે ચંદ્રએ જેલમાં 13 દિવસ પસાર કર્યા. ચંદ્રને માત્ર 13 દિવસ નહિ પણ સજા સંભળાવવામાં આવી ત્યાર પછી 5 મહિના અને 15 દિવસ તેઓએ જેલવાસ ભોગવ્યો. ત્યાં તેમને દસ બાઈ દસની ઓરડીમાં રહેવુ પડતુ હતું. ચંદ્રને એ વાત યાદ આવે છે કે જે માણસની હત્યામાં અમને જેલનો કારાવાસ થયો, તે માણસની હત્યા મેં નહતી કરી તેમાં પણ પાંચ મહિના સાબિત થતા લાગી ગયા. એ કેસનું નામ પુલ્લેયન કેસ હતો. ચંદ્રને યાદ છે કે આઈ એમ નોટ એલોન ઈન માય સેલ. મારી સાથે ત્યારે એક વૃધ્ધ હતો. તે જેલમાં એટલા માટે હતો કે, તેણે પોતાના પાડોશીની મુરઘીને મારી નાખેલી. તો મિત્રો મુરઘીને મારવી આટલો મોટો અપરાધ છે ! આ સિવાય નક્સલવાદિ, એક હાર્ડ કોર કિલર અને બીજી બે-ત્રણ વ્યકિત હતી. ચંદ્રકુમાર આ લોકોના સંપર્કમાં આવ્યા અને તેમને આ વાત સમજતા બિલ્કુલ વાર ન લાગી કે બહારની દુનિયા કરતા અંદરની દુનિયા વધારે સારી છે. ચંદ્રએ આ બંનેના અનુભવ કરેલા અને તેમાંથી તેમને અંદરના લોકો વધારે પસંદ આવેલા. બોમિયાની કોઈકાલમ અક્કુલ અમેરિકા આ તેમનો નિબંધ સંગ્રહ છે, જેમાં તેમણે આતંકવાદની વાતોને વણી લીધી છે. ભુતકાળના આ અનુભવે તેમને લખવા માટે પ્રેરણા આપી. એક ચોખ્ખી અને ચણક વાત આ દુનિયામાં તમને કોઈ લખતા ન શીખવી શકે, અને તેવુ જ બન્યુ ચંદ્રના કિસ્સામાં મહેનત કરી તેમણે 160 પેજની નોવેલ લોકઅપ લખી. દસ વર્ષ બાદ પબ્લિશ કરી અને પછી 2015માં ફિલ્મ અને 2016માં ઓસ્કાર એન્ટ્રી. જે થયુ તે ઈતિહાસ છે. ભુલી ન શકો તેવો. લોક અપને બેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ હ્યુમન રાઈટ્સનો એર્વોડ પણ મળી ચુક્યો છે. ત્યારબાદ તેમણે લોક અપ 2 પણ લખી જે ગંતુરની જેલમાં તેમના અનુભવો પર આધારિત હતી. તો આ હતો ઓટો રાઈટર….
~ મયુર ખાવડુ
Leave a Reply