હારૂકિ મુરાકામીની ઓફિસ જાપાનીઝ ક્લ્ચરના રંગે રંગાયેલ છે. તેમની ઓફસ એટલી બધી ઠાઠમાઠ કરેલી પણ નથી, પરંતુ જ્યારે મુલાકાત લેવાની આવે તો ત્યારે તમે ખુદ ચોકી ઉઠો. ઓહ… નોબલ પ્રાઈઝ માટે નોમિનેટ થયેલો રાઈટર આ રીતે. હા પુસ્તકો છે, પરંતુ કોઈપણ જગ્યાએ ડેકોરેશન નથી. અદલ ગોવર્ધનરામ ત્રિપાઠીની યાદ અપાવે. હારૂકિ મુરાકામીને લોકો તેમની નોવેલના સિવાય, તેમની લાઈફથી યાદ કરે છે. એક સમયે સિગરેટો પીતા અને એ પણ ચેઈન સ્મોકર હારૂકિમાં આટલો બધો બદલાવ કેમ આવ્યો ? આ પ્રશ્ન ઉપસ્થિત થાય. બેઝબોલનો મેચ જોતી વખતે ઈન્સપીરેશન મળે કે ચાલો કોઈ પુસ્તક લખુ. માણસને ક્યાં ક્યાંથી પ્રેરણા મળે છે ખબર નથી પડતી.
મુરાકામીની યાદો પણ અજીબો ગરીબ છે 3 વર્ષની ઉંમરે મુરાકામી ઘરનો દરવાજો કેમ ખુલે આ માટે સતત પ્રયત્ન કરતા. કારણકે ઘરની બહાર એક દુનિયા હતી, અને તેમને આ દુનિયા જાણવા જોવાની ખુબ ઈચ્છા, પરંતુ નાના મુરાકામીને ઘરની બહાર જવાની કોઈ પરવાનગી ન દે. એકવાર ઘરની બહાર નીકળ્યા. અને ઘરની બહાર એક ટનલ તે તરફ તેણે પગ ઉપાડ્યા. ત્યાં જતા હતા ત્યાંજ મુરાકામીની માતાએ તેમને રોકી લીધા. નહિતર મુરાકામી જેવા લેખક આ દુનિયાને કોઈ દિવસ ન મળત. તે બનાવ આજ પણ મુરાકામીને યાદ છે, મુરાકામીનું કહેવુ છે કે, તે ટનલ ડાર્ક હતી. અને મને કાયમી અંધકારની વસ્તુઓએ ખુબ જ આકર્ષયો છે. હું કોઈ દિવસ તેની બહાર નથી નીકળી શકતો. જેના પર તેમણે ઘ વિન્ડ અપ બર્ડ નામની નોવેલ પણ લખી. નોવેલ તો આખી તેના પર આધારિત નથી, પરંતુ તેમાં આવતા પ્રસંગો અને ઘણા ખરા જે તેમના જીવન પર આધારિત હતા, તે તેમણે ઉતારવાની કોશિશ કરી છે. મુરાકામીએ હંમેશા ખુદને પોતાના જ દેશમાં આઉટસાઈડર ગણ્યા છે. તેમનો જન્મ તે સમયે થયો જ્યારે જાપાનમાં આ દુનિયાનું સૌથી ગંદુ રાજકારણ ચાલતુ હતું. ક્યોટો 1949માં હારૂકિ મુરાકામીનો જન્મ થયો દેશની પરિસ્થિતિ સાવ બદતર હાલતમાં હતી. અને રાજકારણીઓ પણ લોકોના પૈસે તાગડધિન્ના કરતા હતા. મુરાકામીનું ટીનએજ અમેરિકામાં વિત્યુ. જ્યાં તેમણે ડિટેક્ટીવ નોવેલનો ખુબજ અભ્યાસ કર્યો. આ સિવાય તેમનું મનપસંદ જાજ સંગીત. જે અત્યારે પણ તેમનું ફેવરિટ છે. જાપાન પાછા ફર્યા ત્યારે અમેરિકાની માફક તેમને જાજ મ્યુઝિકનું કશુ ખોલવાની ખુબજ તાલાવેલી હતી. બન્યુ એવુ કે માતા પિતાનો વિરોધ. આમછતા હારૂકિ જે કરવા માગે તે કરીને જ રહે, જેના પરિણામે હારૂકિએ જાપાનમાં જાજનો સ્ટોર ખોલ્યો. જેના કારણે જાપાનને કોઈ નવા સંગીતની ભેટ મળે. બન્યુ એવુ કે આજના દિવસે પણ જાપાનના લોકો જે જાજ તો શું અમેરિકન ભાષાને પ્રાયોરિટી નથી આપતા. તેમને એ સમયે શું ખબર પડવાની. મુરાકામી હારી ગયા. માતા પિતાની વાત ન માન્યોનો અફસોસ થયો. આજે પણ આવા ઘણા વસવસા સાથે મુરાકામી પોતે જીવે છે.
ટીનએજ અવસ્થામાંથી બહાર આવ્યા બાદ મુરાકામી વધુને વધુ બગળવા લાગ્યા. સિગરેટની લત તેમને લાગી ગઈ હતી. નાની એવી રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. એક સામાન્ય માણસ જેવુ જીવન. ખાવુ પીવુ કામ કરવુ અને બેઝબોલની મેચ જોવી. અને 29 વર્ષ સુધી માણસ જીવનની પરવા કર્યા વિના આવુ કામ કર્યા રાખે, તો ગુજરાતી ખાનદાન હોય તો ઘરની બહાર જ કાઢી મુકે, પણ મુરાકામી પોતાની રીતે જીવન જીવતા હતા. એટલે સંબંધીઓને પણ તેમની આ નાની અમથી કરિયર વિશે કોઈ પ્રકારની ચિંતા કે વસવસો ન હતો. આવા જ કંઈક સમયે બીઅરની બોટલ લઈ બેઝબોલનો મેચ જોતા હતા. બેઝબોલનો દડો થ્રો થાય. મારવામાં આવે, ઉંચે જાય, હોમ રન લાગે, લોકો ખુશ થાય. અને લોકોની એ ખુશીની વચ્ચે હારૂકિ પણ જોયા કરે, પરંતુ જ્યારે આટલી બધી ઓડિયન્સમાંથી કોઈને ન આવ્યો તે વિચાર મુરાકામીને આવ્યો. અચાનક ક્લિક થયુ. મગજ કંઈક સળવળ્યુ. મુરાકામી ઉભા થયા. ફરી પાછા બેસી ગયા, કારણકે બેઝબોલની મેચ તો જોઈને જવીને. મેચ ખત્મ થતાની સાથે જ મુરાકામી ઘરે જતા પહેલા બુકસ્ટોર પર ગયા. ત્યાંથી પેન અને નોટબુક લીધી ઘરે આવ્યા. થોડા સમય બાદ પ્રકાશકોના ધક્કા ખાયા પછી જે લખ્યુ તે છપાયુ. અને તેનું નામ હિઅર ઘ વિન્ડ સિંગ. નામ વગરનો 21 વર્ષનો નેરેટર. આપણે તો નામ પર સંપુર્ણ પ્રકારની ચર્ચા થાય, સાલ્લુ કેરેક્ટર તો દમદાર હોવુ જોઈએ. અને જ્યારે હાથમાં આવે ત્યારે ખબર પડે યાર આમા તો કંઈ હતું જ નહિ. શું કામે પુસ્તકના પ્લોટ કરતા વધારે તેના નામ પર ચર્ચા કરી. અને નેરેટરનો મિત્ર પાછો તેને રેટના નામે બોલાવે. 130 પાનામાં ફેલાયેલી એક્સટ્રાઓર્ડિનરી નોવેલ. જ્યારે નોવેલના પ્રકારની શરૂઆત જાપાનમાંથી થઈ હોય તો મુરાકામી કદાચ આ વાતમાં પાછળ ન જ રહે…. કદાચ….
આખુ પુસ્તક વેસ્ટર્ન કલ્ચરને પ્રીટેન્ડ કરતું હતું. માત્ર આજ નહિ મુરાકામી દ્વારા લખાયેલી રેન્કલ્સે પણ અમેરિકન લીટરેચરમાં તહેલકો મચાવી દીધો. પુસ્તકનો ઈંગ્લીશમાં અનુવાદ થયો અને તમામ લોકો પુછવા લાગ્યા, વુ ઈઝ હારૂકિ મુરાકામી…
આજ ત્રીસ વર્ષ બાદ વિચાર કરતા મુરાકામીને એ વસ્તુ યાદ આવે છે કે પોતે કેટલા હઠીલા માણસ હતા. પરિવારમાં પણ કોઈ દિવસ કોઈનું પણ માનતા નહિ. તેનું એક ઉતમ ઉદાહરણ એટલે મુરાકામીએ જે દિવસે એ વાતના શપથ લીધા કે હું લેખક બનીશ, એ જ દિવસે તેમણે પોતાના જીવનમાંથી સિગરેટની બાદબાકી કરી નાખી. આ તેમનો પ્લસ પોઈન્ટ રહ્યો. જે બહુ ઓછા લોકો કરી શકે છે. બીજુ મુરાકામીએ સિગરેટ છોડી તો બીજુ વ્યસન થઈ ગયુ. તે વ્યસન હતું દોડવાનું. મુરાકામીએ અડધો ડઝન જેટલી રેસો જીતી છે અને તે પણ દોડીને. જાપાનની સરકાર માટે ત્યાંના લોકોનું આયુષ્ય અત્યારે તો માથાકુટ છે. કારણકે અહીંના વૃધ્ધોની સરેરાશ ઉંમર કાફી વધી રહી છે. જેના કારણે સરકારને પેન્શન દેવુ પડે છે. મુરાકામી અત્યારે ચામડીથી વૃધ્ધ છે, બાકી તેમની ફિટનેસ બોલ્ટ જેટલી જ હશે, આઈ વિશ ! રોજ દોડવુ સ્વીમિંગ કરવુ. હેલ્થફુલ ડાયેટ લેવુ, નવ વાગ્યે સુઈ જવુ, આલાર્મ વિના સવારે ચાર વાગ્યે ઉઠી જવુ. પોતાની દૈનિક દિનચર્યા પુર્ણ થાય એટલે રોજ ચારથી છ કલાક લખવામાં પસાર કરવી. આ બધુ તો બરાબર પણ અઠવાડિયાના ઘણા દિવસો તે રાતના બાર વાગ્યે ઉઠી જાય છે.
હવે મુરાકામીનું ઈગ્લીશ, સ્લો છે, વોઈસ ડિપ છે. અત્યારના લેખકોને અંગ્રેજી લખ્યા વિના ન ચાલે જ્યારે મુરાકામી પોતાની માતૃભાષાને વળગી રહ્યા છે. જરૂર પડે ત્યારે તુટેલ ફુટેલ બોલવુ. તેમની પોતાની જો વાત કરવામાં આવે તો તેમની ફેવરિટ નોવેલ બિગ સ્લીપ છે. તમને કહેવાની મારી તાલાવેલી છે એટલે કહી દઉં કે, મુરાકામીની નોવેલ 1Q84 એક ફુટ જેટલી લાંબી છે, અને પાછી 932 પેજની છે. મુરાકામી પોતાની આ નોવેલને ટેલિફોન ડિક્શનરી તરીકે ઓળખાવે છે. જાપાનમાં તો 1Q84 ત્રણ ભાગમાં રિલીઝ થયેલી. જ્યારે અમેરિકાએ એક ભાગમાં પ્રકાશિત કરી. મુરાકામીની નોવેલ લાંબી શા માટે હોય છે ? એટલા માટે કે મુરાકામી સ્ટોરીની મજબુતી જુએ છે, જો તેમની સ્ટોરીની પકડ વધારે હશે, તો તમને ચશ્મા આવી જવાના. બાકી લધુનવલ. 1Q84ની સ્ટોરીમાં કંઈ ખાસ નથી પણ નોવેલના ક્વોટેશન અદભુત છે. બાકી તો સ્ટોરી એક છોકરી છોકરો મળે પ્રેમ થાય અલગ થાય, પણ તેમાં પ્રેમના અદભુત વાક્યો જે તમારા હૈયા સોંસરવા ઉતરી જાય, તે મુરાકામીની ખાસિયત છે. તેમની નોવેલ વાયર્ડ ફુડમાં મુરાકામી કેટપેલરની મુલાકાત સાપ સાથે કરાવે. આપણે ત્યાં ધ્રૂવ ભટ્ટે આવુ જ કર્યુ છે અતરાપીમાં. સારમેય અને કૌલાયક….
હારૂકિ મુરાકામીને કાફ્કા એર્વોડ મળેલો છે. આ ઉપરનું બધુ તો મિથ્યા છે મિત્રો. મુરાકામીનું કંઈ ન વાચો તો કાફ્કા ઓન ધ શોર વાચી લેજો. નોબેલ માટે નોમિનેશન ક્યારે મળે તે વાતનો ખ્યાલ આવી જશે. અને નોબેલ નોવેલ કેમ લખાય તે પણ…
~ મયુર ખાવડુ
Leave a Reply