પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આગામી સમયમાં 31 ઓક્ટોબરના દિવસે જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નુ આનાવરણ કરવામાં આવશે. એની સાથે જ એક નવો વિશ્વ વિક્રમ ભારત અને ટુરિસ્ટ માટે ખુલ્લો મુકાશે. કેવડીયા ખાતે નર્મદાના તટ પર ભારતમાં સર્જન પામનારી 182 મીટક ઉંચી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં છે. જે ગુજરાતમાં આવેલી છે અને ઊંચાઈની દ્રષ્ટિએ એમરીકામાં રહેલ ચાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના સમકક્ષ છે.
એક ગુજરાતી તરીકે આપણા સૌ માટે આ ગર્વની વાત છે, પણ કદાચ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અમુક વર્ષો પછી વિશ્વની બીજા નંબરની ઊંચી પ્રતિમા બની જશે. અને હર્ષની વાત તો અહીં એ પણ રહેશે કે પ્રથમ ક્રમાંક પણ ભારત પાસે જ રહેશે.
ન્યુઝ મીડિયા દ્વારા આ સમાચાર છે કે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ મોદી 31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લબભાઇ પટેલની મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નુ આનાવરણ કરશે. 182 મીટક ઉંચી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણવામાં આવે છે.
આ સ્ટેચ્યુ નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સરદારના સન્માનમાં દેશને અર્પણ કરી છે.
જલ્દી જ આસપાસના વિસ્તારને જોડીને આ એક ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં ફરવાની સંપૂર્ણ ટિકિટનો ખર્ચ ૫૦૦ રૂપિયાના અંદર અંદર પતી જશે. એક પ્રકારે સૌથી ઊંચી ઇમારતની દ્રષ્ટિએ અને અન્ય પર્યટન સ્થળો સામે આ ચાર્જ ખૂબ જ નજીવો માનવામાં આવે છે.
પણ સામે એક બીજી ખબર એ પણ આવી રહી છે કે ઊંચાઈ નો આ વિક્રમ પણ જલ્દી જ તૂટશે. હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સૌથી ઉંચી પ્રતિમાંનો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે. અને ત્યાર બાદ આ સ્થાન ભારતમાં જ નિર્માણ પામી રહેલી અન્ય એક પ્રતિમા આ રેકોર્ડને તોડી દુનિયાની સોથી ઉંચી પ્રતિમાં તરીકે પોતાની ઓળખ છતી કરશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે જન જનના સરદાર એવા લોકલાડીલા લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમા ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે બીજી વિક્રમી ઊંચાઈ ધરાવતી પ્રતિમા મહારાષ્ટ્ર સરાકાર દ્વારા આશરે 3800 કરોડની મદદ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ નિર્માણ પામી રહી છે.
એક અંદાઝ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધીમાં 2300 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઇ ચૂક્યો છે. જ્યારે આ ખર્ચ વધીને 3000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને મૂર્તિઓ એક જ કોન્ટ્રાકટર કંપની દ્વારા બનાવાઈ રહી હોવાનો અહેવાલ છે. આ બંન્ને મુર્તિઓ બનાવવાનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટર્બો (L&T) ને મળ્યો છે.
ગુજરાતમાં સરદાર પટેલની વિશાલ પ્રતિમા નર્મદાના કિનારા પર બનાવવામાં આવી છે. જો કે એના બનવાની સાથે જ વિરોધ શરૂ થઈ ગયો છે. અમુક અંશે અમુક પ્રશ્નો સાચા પણ હોઈ શકે, અને રાજનીતિ પણ… છતાંય આ બધા વચ્ચે વિવાદ વરોધનો મધપૂડો છંછેડાયેલો છે ત્યારે જ ભારતમાં આ પ્રકારનું અન્ય મોટું કાર્ય પણ નિર્માણ પામી રહ્યું છે.
ન્યુઝ પોર્ટલો દ્વારા મળતી માહિતી મુજબ મુંબઇમાં અરબ સાગરમાં બની રહેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ અથવા તો શિવા સ્મારક વહેલી તકે દુનિયાની સૌથી ઉચી પ્રતિમા બની જશે. નિર્માણ પામતા આ શિવા સ્મારકની ઉંચાઇ 190 મીટર રાખવામાં આવશે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઇ 182 મીટર રાખવામાં આવી છે. શિવા સ્મારક સમિતિના અધ્યક્ષ વિનાયક મેટેએ જણાવ્યું કે શિવાજીની આ પ્રતિમાં વિશ્વમાં સૌથી ઉચી પ્રતિમાં બનશે. પણ બેસની સાથે સરદારની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઇ સોથી વધારે છે. મહત્વનું છે, કે સ્ટેચ્યું ઓફ યુનિટીમાં સરદારની સીધી એટલે લે ઉભેલી મૂર્તી છે. જ્યારે શિવા સ્મારકની મૂર્તિમાં ઘોડા અને તલવારની ઉંચાઉને પણ જોડવામાં આવી છે. અમુક સૂત્રો મુજબ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ૧૯૨ મીટરની ઊંચાઈ વધારીને ૨૧૦ કરવા માટેની એનવાયરમેન્ટ ક્લિયરન્સ માંગતી અરજી પણ કેન્દ્ર સરકાર સુધી મોકલવામાં આવી છે. કહેવાય છે કે આ નિર્ણય ચાઇનામાં નિર્માણ પામેલ બુદ્ધ પ્રતિમાના અનુસંધાને લેવાયો છે.
આ અંગે CNN દ્વારા પ્રકાશિત ન્યૂઝમાં બે સંવાદ મુકાયા છે.
“We want the tallest memorial for Shivaji Maharaj. Once the bidder is finalized, we will send a revised proposal with a height of 210m to the Centre, for environmental clearances,” said Vinayak Mete, chairman of the Shivaji memorial committee formed by the state government.
“Shivaji Maharaj is an inspiration to us and future generations too. We will do everything possible to make a grand memorial for him,” said Mete.
શિવા સ્મારકમાં શિવાજીવી મૂર્તિ સિવાય એક મ્યૂઝિયમ, એક થિયેટર, અને એક હોસ્પિટલ પણ બનાવામાં આવશે. આ મેમોરિયલનો પ્રવેશ દ્વાર શિવાજીના રાયગઢ ફોર્ટ મુજબ તૈયાર કરવામાં આવશે. તેમજ એમના જીવનને લગતા તથ્યો રજૂ કરવામાં આવશે. આ મ્યુઝીયમ માટે હાલ ૨૫૦૦ કરોડનો અંદાજ આપવામાં આવ્યો છે, જ્યારે ૧૨૦૦ કરોડ રૂપિયા સ્ટેચ્યુ માટે ફાળવવામાં આવ્યા છે. જો કે બીજો ફેજ હજુ ફાઇનલ નથી થયો. કારણ કે આઇમેક્સ જેવા સિનેમા અને હેલીપેડ માટેના પ્રપોઝલ પણ હશે. આ પ્રોજેકટ પણ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે જેનો અંદાજીત પૂર્ણતા નો સમય ૩૬ મહિના હશે.
નક્કી કરેલા સમય અનુસાર આ સ્મારક કદાચ 2021 સુધીમાં બનીને અરબ સાગરમાં તૈયાર પણ થઇ જશે. આ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં નો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે. પરંતુ શિવા સ્મારકની ડિઝાઇન અંગે પર્યાવરણવિદોને અવરોધ વ્યક્ત કર્યો છે. એટલે કદાચ હવે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જ એ વાત નક્કી થશે કે વિશ્વની સૌથી મોટી મૂર્તિનો તાજ કોને મળે છે. અને જો એમ થાય તો પણ આ તાજ ભલે ગમે તેને મળે પણ નિસંદેહ ભારતને ભવિષ્યમાં આ બંન્ને મૂર્તિઓ પર ગર્વ થશે. અને ભારતીય તરીકે થવો પણ જોઈએ…
Article Written by ~ સુલતાન સિંહ
Leave a Reply