માર્વેલ કોમિક બુક જેને અંગ્રેજીમાં હવે શોર્ટ ફોમ યુઝ કરી MCU તરીકે ઓળખવામાં આવે છે, તે માર્વલના ઈરાદા શું છે. માર્વલ આટલા બજેટની અને વિઝ્યુઅલ ઈફેક્ટનો યથાયોગ્ય ઉપયોગ કરી લોકોના મનમાં કઈ સ્ટોરી ઘડવા માંગે છે, તેનો ખ્યાલ છે ? આહા… મને ખબર છે કોઈને નહીં હોય. માર્વેલે આમ ગણીએ તો સ્પાઈડર મેન (2001) થી પોતાની સફળતા કંડારી અને માર્વેલ સ્ટુડિયો બન્યો. એ પછી સ્પાઈડર મેનની આખે આખી ટ્રાયોલોજી અને ટોબી મેંગ્વાયર અત્યારે પણ સૌનો પ્રિય સ્પાઈડર મેન છે. પેલા છોટે ઉસ્તાદ ગણાતા ટોમ હોલાન્ડનું અભિનય અને સ્પાઈડર મેન વાઈઝ કંઈ ન આવે. ત્યાર પછી વચ્ચે એંગલીએ હલ્ક બનાવી અને ફેન્ટાસ્ટિક ફોરના બે પાર્ટ પણ આવ્યા. માર્વેલનું આ કામકાજ આડેધડ હતું. સ્ટોરી યોગ્ય ગોઠવાઈ નહતી રહી એટલે તેણે સ્ટોરીને આકાર અને ઘાટ આપવાનું કામ 2008થી કર્યું.
2008માં આર્યન મેન આવી જેના ત્રણ પાર્ટ સાથે બાદમાં કેપ્ટન અમેરિકા ફસ્ટ અવેન્જરના બે ભાગ પછી અવેન્જર્સ એ પછી એન્ટ મેન આવ્યો, સિવિલ વોર કર્યું, એજ ઓફ અલ્ટ્રોનમાં આખો પ્રદેશ આકાશમાં લઈ ગયા, ડોક્ટર સ્ટ્રેન્જનું આગમન થયું, બ્લેક પેન્થરને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ફુલલેન્થ ફિલ્મ દ્વારા ઈન્ટ્રોડ્યુસ કરશે, ત્યાં સુધીમાં હાલ ધુમ મચાવી રહેલી થોર રેગ્નારોક 170 મિલિયનની કમાણી કરી ચુકી છે. આ બધુ એમનેમ નહતું. આ તમામ સુપરહિરોને લોકોથી ઈન્ટ્રોડ્યુસ કરાવવા અને લાવવા પાછળનું કારણ છે. મોટું કારણ છે બોસ… !
2018માં અવેન્જર્સ ઈન્ફાઈનીટી વોરમાં માર્વેલ સૌથી ખુંખાર હિરોને ધરતી પર લાવશે, જેનું નામ છે થેનસ. થેનસને આ પહેલા અવેન્જર્સમાં જોઈ ચુક્યા છીએ જેણે લગભગ ત્રણ મિનિટનો રોલ કરેલો. આ તમામ સુપરહિરો ફિલ્મ લાવવા પાછળનું કારણ થેનસ જ છે. હવે થેનસની એક વાર્તા સંભળાવું.
શનિ ગ્રહના ઉપગ્રહ એટલે ટાઈટનમાં રહેતો થેનસ પહેલાથી વિલન નહતો. સાવ સામાન્ય શક્તિઓ ધરાવતો હતો. તેના પિતાનું નામ ઈટર્નલ મેન્ટોર હોય છે. થેનસના તો જન્મ સમયે જ તેની માતા તેનું નિકંદન કાઢી નાંખવા માંગતી હોય છે. એવામાં શ્રીમાન થેનસને એક યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. જેનું અકાળે મૃત્યુ પણ થાય છે. હવે મૃત્યુ પામેલા પોતાના પ્રિયજનને ફરી જીવંત કરવા તેને છ વસ્તુઓની જરૂર હોય છે. જેમાંની એક કોસ્મિક ક્યુબ અને બીજા પાંચ પત્થર. કોસ્મિક ક્યુબ મેળવવા તે ધરતી પર હુમલો કરે છે.
માર્વેલની કોમિક બુક ટેલ ઓફ સસ્પેન્સમાં પ્રથમવાર આ કોસ્મિક ક્યુબને મેળવવા થેનેસના આક્રમણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાયની પાંચ વસ્તુઓ પણ તેને જોઈએ છે, જે ધરતી પર પાંચ સુપરહિરોની પાસે છે. હવે એ વસ્તુ માર્વેલના ફેન્સને ખ્યાલ હોય તો વેરી ગુડ, પણ ફિલ્મો જોય હોય અને ન ખ્યાલ હોય તો હવે આવી જશે ? તેમાંની એક વસ્તુ જેના માટે અવેન્જર્સે પ્રથમ લડાઈ લડી તે લોકીની લાકડીમાં રહેલો પત્થર, બીજી વસ્તુ આર્યન મેનનો પેલો સ્પીકર રેડિયો જાર્વિસ જે બાદમાં વિઝન બન્યો તેના માથા પરનો પત્થર, નંબર ત્રણ ડોક્ટર સ્ટ્રેન્જના ગળાની માળા. જેને તે આંખ તરીકે ઓળખાવે છે, અને દુનિયાના ત્રણ પ્રવેશદ્વારોમાં ન્યુયોર્કના પ્રવેશદ્વારનો તે રક્ષક છે. ચોથો પત્થર તમને બ્લેક પેન્થરમાં જોવા મળશે. જે વકાંડામાં છે. તો પાંચમાં પત્થરને સાચવીને ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સીવાળા બેઠા છે.
થેનસ જેવા ખતરનાક સુપરહિરોને ધરતી પર લઈ આવવા માટે માર્વેલે આટલું પ્લાનિંગ કરવું પડ્યું. ઉપર જેટલા પણ સુપરહિરોની વાત કરવામાં આવી તે સુપરહિરો પરની ફિલ્મો પણ બનાવવામાં આવી. ભલે કોમિક બુકમાં ડો.સ્ટ્રેન્જ કે એન્ટ મેન એટલા પોપ્યુલર નથી, પણ તેમને સોલો ફિલ્મ આપી આ ઘટનાને થેનસ સાથે જોડવી પડે તેમ હતી. તો કન્ટિન્યુટી બ્રેક ન કરતા કોસ્મિક ક્યુબ પર આવીએ. જેણે હાલમાં જ થોર રેગ્નારોક જોઈ હશે તેમને ખ્યાલ હશે કે લોકી ક્લાઈમેક્સ સીનમાં પેલા મુગટવાળા સળગતા રાક્ષસને ફરી જીવતો કરે છે. ત્યારે લોકી જે વસ્તુ લઈ પોતાની પાસે રાખી લે છે એ છે કોસ્મિક ક્યુબ.
એટલે વિશ્વયુદ્ધ કરવું હોય તે મુતાબિક હવે તમામ સુપરહિરોએ મેદાનમાં ઉતરવું પડશે. અને નિયમ પ્રમાણે અમેરિકાને ઘમરોળવું પડશે. પણ માર્વેલ કોમિક્સ બેઈઝડ ફિલ્મ બનાવતા સમયે ઘણી બધી છેડછાડો થાય છે. તેમાં કોમિક્સના આ કન્સેપ્ટને પણ લઈ ડુબે તો નવાઈ નહીં. હમણાંનું જ ઉદાહરણ આપું તો સાવ નાની અમથી થોર રેગ્નારોક બનાવી. પણ કોમિકના કેટલાક કિસ્સાઓ ઉમેર્યા હોત તો આ ફિલ્મ બે કલાકની તો બને ત જ. તેનું કારણ થોરનો ચહેરો કોમિક બુકમાં ઘોડા જેવો થઈ જાય છે, તે વસ્તુ ફિલ્મમાં તો બની જ નહીં. યુ ટ્યુબ પર કાર્ટુનની આ ઓરિજનલ ફાઈટ પણ છે. જેમાં થોર ઘોડાના ચહેરા સાથે પાંચ યોદ્ધાઓને પડકાર આપતો હોય છે. આમ તો કોમિક બુકમાંથી કંઈ કેટલુંય નથી લેવામાં આવ્યું. બાકી માર્વેલનું કોમિક સાહિત્ય રામાયણ મહાભારત કે ઈલિયડ ઓડિસી કરતા પણ સમજવું મુશ્કેલ છે. થેન્ક્સ સ્ટેનલી.
પણ માર્વલની ફિલ્મોમાં હવે આગળ શું થશે એ સમજવા માટે તમારે આખી ફિલ્મ પુરી થાય પછી ક્રેડિટ નંબર જાય ત્યાં સુધી રાહ જોઈને બેસવું પડે. હવે આ કેટલાને ખબર છે ?
~ મયુર ખાવડુ
Leave a Reply