સ્વીકારવાનું પ્રાવધાન કરી લ્યો
જાત સાથે સમાધાન કરી લ્યો
ઈશ્વરનું જ વિધાન થવાનું પ્રારબ્ધ
ખુદ સાથે આ વિધાન કરી લ્યો
પોતાનાં સામે લડશો તો ગુમાવશો
પોતાનાં સામે શસ્ત્ર મ્યાન કરી લ્યો
કહી શકાય બધું એવી રાખો જગ્યા
ત્યાં દિલ ખોલો ને બયાન કરી લ્યો
બેધ્યાન બનો અન્ય પ્રત્યે વિશ્વમાં
જાત સાથે જાતનું સંધાન કરી લ્યો
સુર, તાલ,લય ને ટાણાંને મુકો તડકે
મોજ આવ્યે મોજેથી ગાન કરી લ્યો
કર્મ જ સાથે આવવાનું અનંતયાત્રામાં
સત્ય,પ્રેમ, કરુણાનું ભાન કરી લ્યો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply