મૃગજળોનાં વિશ્વમાં જળ હોવું
બહુ જ કઠિન છે અહીં સરળ હોવું
ગુમાવવા પડે છે મિત્રો ને સ્વજનો
નિષ્ફળ કર્મ જ છે સફળ હોવું
અમર થવું છે? તો વધાવો ઘટનાને
લીલુડાં માથાંનું શ્રીફળ હોવું
સમતા પણ ક્યાં હોય છે હાથવગી
સ્થિર ભાવ જ છે ચંચળ હોવું
દ્વંદ્વ સત્ય કે જીતનો પજવે કળિયુગે
આ ભવે સ્વીકારી લો નિષ્ફળ હોવું
ન પ્રિય જગમાં કે ન જાય મડદાં સાથ
જીવન જેવું અઘરું જ છે કફન હોવું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply