કાચી હશે ત્યાં જ એ પાકી જશે
કળિયુગમાં સત્ય, કરુણા થાકી જશે
સ્વપ્નનું સ્થાપત્ય જેણે ઘડયું હશે
પાયો એ જ સરવાળે બાકી થશે
વિચારોની કબજિયાત પજવે છે?
જુઓ આસપાસમાં પ્રેમની ફાકી હશે
દુર્જનો તો કાપશે પછી કામધેનુને
સજજનોએ જ પ્રથમ એને હાંકી હશે
દુશ્મનોને ક્યાં ખબર છે પીઠ ક્યાં છે
ઝેર પીવડાવનાર જાણીતી સાકી હશે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply