ગાંધીજીનાં ત્રણ બંદર આવે
ગાંધીજીનાં ત્રણ બંદર આવે
રાત્રે પડ્યાં ભેર નિંદર આવે
ક્યાં જોઈએ કુબેરનું ઐશ્વર્ય
પરહિત બસ મનમંદિર આવે
ના હું સાપ કે ના મારે ગળવો
દોસ્તી માટે ભલે છછુંદર આવે
દે રજાઈ હૈયાંની એવી મોટી
પૃથ્વીનાં પગ એની અંદર આવે
હોય પીઠ દોસ્ત કે દુશ્મનની
મારાં હાથે કદી ના ખંજર આવે
ભામાશા વૃત્તિનું મળે વરદાન
સ્વભાવે મસ્ત કલંદર આવે
હું તો જઈશ સત્કર્મો લઈને
ખાલી હાથે તો સિકંદર આવે
-મિત્તલ ખેતાણી
Leave a Reply