અમલ કરવા મૂર્ખ બનાવજે
કોઈનાં દુખે દુઃખ બનાવજે
કોઈનાં સુખે સુખ બનાવજે
ડાહ્યાઓ વિચારતાં જ રહે
અમલ કરવા મૂર્ખ બનાવજે
ભગવાન આવે ખુદ શોધતાં
શબરી, નરસિંહ નુખ બનાવજે
આગિયો બની પ્રગટાવું જાતને
પારકાં તેજ પ્રત્યે રુક્ષ બનાવજે
સ્થુળો માટે જ જગ છે ભુરાયું
સાચું ને સારું સુક્ષ્મ બનાવજે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply