~ નોર્થવેસ્ટ કેનેડા-1845 ઓરિજિન ઓફ વુલ્વરિન
વુલ્વરિન તેના હાફ બ્રધર વિક્ટર મ્યુટન નેમ સેબરટુથ સાથે રહેતો હોય છે, પોતાના સગા પિતાએ તેના અપર પિતાને મારી નાખ્યા હોય છે. તે તેના સગા પિતાને મારે છે. બાળપણમાં આવો હિન અપરાધ કરી તે ભાગી જાય છે. ત્યાં સેબરટુથ તેનો હાથ પકડે છે. અને પછી બંન્ને એક પછી એક યુદ્ધમાં સામેલ થાય છે. ઓરિજિનમાં વુલ્વરિને અમેરિકાની સિવિલ વોરથી લઈને વિશ્વયુદ્ધ-1 અને 2માં પણ ભાગ લીધો. મોટાભાગના યુદ્ધમાં ભાગ લીધા બાદ અંદરખાને જ ઓફિસરોને મારતા બંન્ને ભાઈઓ જાનવર હોવાની આર્મીના કેન્ટોનમેન્ટમાં ખબર પડી જાય છે, અને બંન્નેને કારાવાસ થાય છે, કારણ કે મરી તો શકતા નથી.
આ કહાની ફિલ્મની છે, જ્યારે માર્વેલ કોમિક બુકમાં સૌ પ્રથમવાર વુલ્વરિનની આભા હલ્ક સામે ઝીલાય છે. હલ્કને મારવા માટે એક ઘાતક હથિયારની જરૂર હોય છે, ત્યારે વેપન એક્સને ત્યાં મોકલવામાં આવે છે. આ કોમ્પલિકેશન નંબર વન
~ ધ વુલ્વરિન 1845-1945
એ પછી વુલ્વરિન પહોંચે છે જાપાનમાં. જ્યાં તેની મુલાકાત યોશિદા સાથે થાય છે. યોશિદા અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી બચેલો એકમાત્ર વ્યક્તિ હોય છે.
~ એક્સમેન ફસ્ટ ક્લાસ-1962
ત્યાંથી વુલ્વરિન એક્સ મેન ફસ્ટ ક્લાસમાં દાખલ થાય છે. જ્યાં ચાર્લ્સ જેવીયર અને મેંગ્નીટો તેની મદદ માંગવા જાય છે. અને વુલ્વરિન પોતાનું ફેમસ વિધાન બોલે છે, ‘ફક ઓફ…’
~ ઓરિજિન ઓફ વુલ્વરિન-1960થી 1970
ત્યાંથી પાછુ પહેલા પાર્ટમાં જવાનું જ્યાં વુલ્વરિનની છ વર્ષ બાદ શ્રીમાન સ્ટ્રાઈકર સાથે મુલાકાત થાય છે, અને તે તેને દુનિયાના સૌથી ઘાતક હથિયારમાંના એક વેપન એક્સમાં તબ્દિલ કરે છે.
~ એક્સ-મેન-2000
હવે વુલ્વરિન એક્સ મેનમાં પરાણે દાખલ થાય છે, જ્યાં તેની શક્તિઓને ઓળખી તેને એક્સ-મેનની મ્યુટન ટીમમાં સામેલ કરવામાં આવે છે.
~ એક્સ મેન-2001
એક્સ મેન-2માં સ્ટ્રાઈકર જેણે વુલ્વરિનને વેપન એક્સ બનાવ્યો હોય છે, તેને વુલ્વરિન મારી નાખે છે. અને પોતાનો પ્રતિષોધ પૂરો કરે છે.
~ એક્સ મેન- લાસ્ટ સ્ટેન્ડ-2003
આ પાર્ટમાં વુલ્વરિન પોતાની પ્રેમિકા જીન ગ્રેને મારી નાખે છે, અને પછી એકલો સમય વિતાવવા જંગલોમાં ચાલ્યો જાય છે.
~ ધ વુલ્વરિન-2010 (ફરીએકવાર)
જ્યાં તેને તેને વર્ષો બાદ યોશિદાનું આમંત્રણ મળે છે, જેને ચિરાયુ બનવું છે, આ વખ્તે વુલ્વરિનના બંન્ને એલ્યુમિટમ ખત્મ થઈ જાય છે, અને વુલ્વરિન સામાન્ય મ્યુટન બની જાય છે.
~ ડેઈઝ ઓફ ફ્યુચર એન્ડ પાસ્ટ-2010
ધ વુલ્વરિન ફિલ્મ ખત્મ થાય અને ક્રેડિટ નંબર ચાલ્યા જાય પછી વુલ્વરિનની મુલાકાત ફરી ચાર્લ્સ અને મેંગ્નીટો સાથે થાય છે, જે બંન્ને મ્યુટન્સને ખતરો હોવાના કારણે તેની પાસે મદદ માંગે છે. જ્યાંથી વુલ્વરિન ભૂતકાળમાં જાય છે અને મેંગ્નીટો સાથેની ક્લાઈમેક્સ સિક્વન્સમાં વુલ્વરિન પાણીમાંથી મળી આવે છે. જ્યાં ફરી તેને વેપન એક્સ બનાવવામાં આવે છે.
~ એક્સ મેન-એપોકેલિયપ્સ-1983
અહીં જ્યારે મ્યુટનને કેદ રાખવામાં આવ્યા હોય છે, ત્યારે યુવાન જીન ગ્રેને ક્યાંક કોઈ હોવાનું મહેસૂસ થાય છે, દરવાજો ખોલતા ત્યાંથી વેપન એક્સ એટલે કે વુલ્વરિન બહાર નીકળે છે. અને દુશ્મનોનો ખાત્મો બોલાવે છે. જ્યાંથી ભાઈ સીધા એક્સ-મેનના પહેલા પાર્ટમાં જોઈન થાય છે.
~ લોગન : 2020-2029
આખરે તમામ નદીઓ ગંગામાં વિલિન થતા વુલ્વરિન આ ફિલ્મમાં છેલ્લે મરી જાય છે. બાકી ધ ઓરિજિન ઓફ વુલ્વરિનમાં સેબરટુથનો સંવાદ છે કે, “તને હું જ મારીશ બીજુ કોઈ નહીં…” એટલે મરી ગયો કે નહીં…?
રિયલી ફિલ્મોમાં વુલ્વરિનને સમજવો તે ઈલિયડ ઓડિસીના પાત્રો અને કથાવસ્તુને આપણે યાદ કરવું કે વિદેશીઓ માટે રામાયણ અને મહાભારત સમજવા બરાબર મુશ્કેલ છે. માર્વેલ કોમિક્સમાં સ્ટેનલીએ અગાઉ જણાવ્યું તેમ હલ્ક સામે લડવા માટે વુલ્વરિન નામના કેરેક્ટરની રચના કરેલી. જેમાં વુલ્વરિનને એક વિલન તરીકે પેશ કરવામાં આવ્યો હતો. પણ મોટાભાગના લોકોને નાયક કે ખલનાયક નહીં પ્રતિનાયક પસંદ છે, તે માફક વુલ્વરિનનું કેરેક્ટર ફેમસ થઈ ગયું. એ પછી સ્ટેનલીએ વુલ્વરિનની હિસ્ટ્રી કાઢી. એ હિસ્ટ્રી જ એટલી આડી અવડી હતી ત્યાં ફિલ્મો પણ પ્રિક્વલ ટાઈપ આવવા માંડી પરિણામે વુલ્વરિનના કેરેક્ટરને ક્યાંથી ક્યાં લઈ જાય છે, તે ખ્યાલ જ ન આવ્યો… !!
મનોરંજન માટે જુઓ તો અલગ વાત છે બાકી ફિલ્મવાઈઝ વુલ્વરિન આડેધડ ચાલે છે. અને તેને ક્રમશ: ગોઠવવામાં આવે તો સૌથી પહેલા ચોથો પાર્ટ એક્સમેન ઓરીજિન આવે. અને છેલ્લો પાર્ટ હાલનો લોગન આવે. આ બસ એક પ્રમોશનલ સ્ટ્રેટજી હતી કે શું ? હ્યુ જેકમેનના લોગન પોસ્ટરમાં હેશટેગ સાથે લખેલું આવતું વન લાસ્ટ ટાઈમ. અને ત્યારથી હોલિવુડ ગપશપમાં આગામી વુલ્વરિન માટે બેટમેન ડાર્ક નાઈટ રાઈસીસમાં બેન બનેલા ટોમ હાર્ડીની આગામી વુલ્વરિન તરીકે ફેન ભલામણો આવવા માંડેલી.
માર્વેલના એક્ઝીક્યુટીવ રિચાર્ડ થોમ્પસનનું માનવું હતું કે કેનેડાનો સૌથી શ્રેષ્ઠ સુપરહિરો બનાવવો. ત્યારે અમથો અમથો વુલ્વરિન ફેમસ થઈ ગયો. શરૂઆતમાં વુલ્વરિનને બનાવવાની મશક્કતમાં મેકર્સે નક્કી કરેલું કે વુલ્વરિન પાસે એવા ગ્લવ્સ હોય છે, જેમાંથી તેના આ ત્રણ ત્રણ છરા નીકળે, આખરે એ આઈડિયાને દબાવી દેવામાં આવ્યો, નહીંતર વુલ્વરિન કોઈને પણ પસંદ ન આવેત, તે સ્વાભાવિક છે. અગાઉ ક્હ્યું તેમ વુલ્વરિન અને સેબરટુથ બંન્ને હાફ બ્રધર થાય, પણ ભવિષ્યમાં આવેલી કોમિકમાં શિલ્ડે DNA ટેસ્ટથી સાબિત કરી નાખ્યું કે વુલ્વરિન અને સેબરટુથ વચ્ચે કોઈ સગપણ નથી.
હલ્કમાં પોતાની હાજરી નોંધવ્યા પછી કોમિક બુકે તેને ઘણી જગ્યાએ નાખ્યો જેમ કે ફેન્ટાસ્ટિક ફોર, અવેન્જર્સ, શિલ્ડ પણ તે જામ્યો એક્સ-મેનમાં. વચ્ચે કોઈવાર તે કેનેડાનો હોવાથી ત્યાંની એક મ્યુટન ટીમમાં પણ દેખાઈ આવતો હતો. કિન્તુ તેને પ્રસિદ્ધિના શીખરો સુધી તેની એક્સ-મેન ટીમ જ લઈ ગઈ. વુલ્વરિનની સૌથી મોટી નબળાઈ પણ તેના વેપન જ છે. તમારે તેના હાથ કાપી લેવા અથવા તો ગળાનું નિકંદન કાઢી લેવું, તો જ વુલ્વરિનનું નિધન થાય, પણ આ વિચાર કોઈ સુપરહિરોને અત્યાર સુધી નથી આવ્યો. સિવાય કે જાપાનમાં યોશિદા અને સેબરટુથને.
હ્યુ જેકમેનને વુલ્વરિનના સ્યુટમાં જુઓ છો, તે તેનું સ્યુટ છે જ નહીં. પીળા અને કાળા કલરના આઉટફિટ સાથે વુલ્વરિન જ્યારે માસ્ક પહેરે ત્યારે સેક્સી અને હેન્ડસમ લાગે છે. ઈવન શ્રીમાન હ્યુ જેકમેન ઈઝ અ પરફેક્ટ વુલ્વરિન પણ માર્વેલે તેને યોગ્ય કપડાં ન અપાવ્યા. બાકી આ એ જ માર્વેલ હતી જેણે સ્પાઈડર-મેન(2001)માં ટોબી મેંગ્વાયર માટે 2000 વાયરોથી સજ્જ સ્યુટ તૈયાર કર્યો હતો, તો શું વુલ્વરિન માટે ન થાય ? પણ થીયરી મુજબ માસ્કવિનાનો સુપરહિરો પોતાના સીન સપાટા વધારે બતાવી શકે, ઉદા: સુપરમેન.
વુલ્વરિન સુપરહિરોની જમાતમાં સૌથી વધારે સ્મોક અને ડ્રિંક કરતો બતાવાયો છે. જ્યારે પહેલી ફિલ્મમાં હ્યુ જેકમેને સ્મોક કરેલું ત્યારે કોઈ પહલાજ નિહલાની ટાઈપ સેન્સર અધ્યક્ષ તુટી પડેલો. અરે… આ બાળકોની ફિલ્મ છે, આમાં આવુ ન બતાવાય… પછીથી વુલ્વરિનને ફિલ્મોમાં એક કે બે સીન પૂરતો જ સ્મોક કરતો બતાવ્યો. જેથી વુલ્વરિનને કેન્સર ન થાય ! જો કે 2001માં તો માર્વેલની તમામ કોમિક્સમાં સુપરહિરોના સ્મોક પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
કોઈ દિવસ અને આજની તારીખે પણ વુલ્વરિન માટે હ્યુ જેકમેન પહેલી પસંદ નથી રહ્યો. કારણ કે હ્યુ જેકમેની હાઈટ 6 ફુટની છે. અને વુલ્વરિનની હાઈટ 5 ફુટ 3 ઈંચની આજુબાજુ પરિણામે પહેલી એક્સમેનનમાં ડોગરી સ્ક્વોટને લેવાનું નક્કી કરેલું પણ જેવા જેના નસીબ.
ભાજપ અને કોંગ્રેસ એક થઈ જાય તો ? આવુ ઈતિહાસમાં એકવાર થયું છે. જ્યારે ડીસી કોમિક્સ અને માર્વેલ કોમિક્સનો હિરો વુલ્વરિન અને બેટમેન એકસાથે ફ્યુઝન થયા. એટલે કે જોડાઈ ગયા. ત્યારે તેમના વિલનોનું નામ હતું જોકર, સેબરટુથ અને આવા ઘણા બધા.
આવુ તો વુલ્વરિનના ઈતિહાસમાં ઘણું છે, તે લગભગ દરેક દાયકામાં મોટાભાગની યુવતીઓ સાથે સહશયન માણી ચૂક્યો છે. તેણે એકવાર આખી એક્સમેનને પણ યમધામ પહોંચાડી દીધી છે. અમેરિકામાં વુલ્વરિન નામનો એક મસમોટો બેન્ડ પણ છે. એકમાત્ર મિસ્ટર પોક્સ સામે તે કોમિકમાં હારી ચૂક્યો છે. નાકથી સુંઘે છે, વેપન બહાર નીકાળે છે, 2001 બાદ કોમિકમાં તેનું સિગરેટ પીવાનું બંધ છે. અને હવે અગાઉની પ્રક્રિયાને કારણે મારૂ માથુ દુ:ખે છે….
~ મયુર ખાવડુ
Leave a Reply