ડોટર્સ ડે!?
દીકરી નાં ‘ડોટર્સ ડે’ ન હોય વ્હાલાં
દીકરીનું તો આખેઆખું આયખું હોય
રચના પ્રસ્તુત છે
કાશ મારે દીકરી હોત!
કાશ મારે દીકરી હોત!
જાત ના આટલી બેફીકરી હોત
પરાણે વ્હાલી લાગતી લાડકડી હોત
મારી પીડાને મારતી મારકણી હોત
કાશ મારે ઢીંગલી હોત
મોજ ને ફક્ત મોજ નકરી હોત
જો મારે ય પરી હોત
ઉનાળે બરફની પાટ,
શિયાળે હુંફાળી સગડી હોત
રાવણનાં હાથે સીતાની રાખડી હોત
કાશ રાવણને ય દીકરી હોત
ગોપીઓને કાન્હો ના છોડી ગયો હોત
જો કાન્હાને ય દીકરી હોત
જાત ના આટલી અહંમે વકરી હોત
સિંહ સમો હું માંડવે બકરી હોત
જમાઈની પાદુકા પ્રેમે પકડી હોત
કરુણમંગલા વિદાયની ઘડીઓ હોત
હું ય સૌથી મોટો દાનેશ્વરી હોત
કન્યાદાનની તક મળી હોત
જાન સાથે જાન નીકળી હોત
હું વાંઝીયો, પૂરીશ વહુમાં આ ખોટ
‘પુત્ર થી વધૂ’ માં મળશે દીકરીની શોધ
કાશ મારે દીકરી હોત!
~ મિત્તલ ખેતાણી
Leave a Reply