સંબંધોમાંય હવે સ્પેઇસ જોઈએ છે
બધાંને મલ્ટીપલ ચોઇસ જોઈએ છે
પહેરીને ફેંકી પણ શકાય અનુકૂળતાએ
આત્માને એવો ફેન્સી ડ્રેસ જોઈએ છે
આમ જુઓ તો છે બધાં જ કલાકાર
રંગભૂમીએ બદલતો વેશ જોઈએ છે
ટેક્સ તો આપી દીધો છે જાતને વેચીને
પ્રેમને હજું એમાંય સેસ જોઈએ છે
પ્રીત, પીયું, પાનેતર, વફા હવે થઇ હંગામી
જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
અહલ્યા, શબરી, સુદામાની માઠી કળિયુગે
સત્ય, પ્રેમ, કરુણાને લોભ, દ્વેષ જોઈએ છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply