મેં ક્યાં કહ્યું વૈભવશાળી જીવતર આપજે
કોઈનાં આંસુ લૂછી શકું એ અવસર આપજે
મિત્રો-દુશ્મનો તો કરશે પ્રહારો કમરથી નીચાં
સ્મિત, સત્ય, પ્રેમ, કરુણા નું ખંજર આપજે
જગ ભોગોની માયા આ જગ ને જ મુબારક
પ્રભુનાં તાંદુલ, ભાજી, બોરનાં અજંળ આપજે
કોઈ માત્ર પૂછે તો અડધી પીડા થાય ઓછી
‘કેમ છો’ સૌને પૂછી શકું એ સમજણ આપજે
મને નથી આવડતો એકેય કોઠો ભેદતાં યુદ્ધે
સ્વજનો મધ્યે પુણ્ય, દુઆ નું બખ્તર આપજે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply