હોય તેનાથી વધૂ ઘરડો થઈ જાય છે
બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે
દીકરી ને એમ ક્યાં કહી શકે કે તું રોકાં
ને રજા આપવામાં પડધો થઈ જાય છે
એક આંખે આનંદ છે કર્તવ્ય પાલનનો
બીજી આંખ વિરહનો પડઘો થઇ જાય છે
આભને ય ટેકો કરે એવો મરદોમરદ બાપ
જાન વળાવી ફરતાં લંગડો થઈ જાય છે
‘સુખી રહેજે’કહી જીવતરની પુનાઈ આપી
બાપ પોતાનાં થી જ અળગો થઈ જાય છે
દીકરી જેવી જમાઈ લઇ જાય જાન સાથે
બાપ પણ જીવતેજીવ મડદો થઈ જાય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply