સ્ટ્રેસનો સામનો કરવાનો છે
રાગ દ્વેષનો સામનો કરવાનો છે
તું માનવ બન તો જ સમજાય તને પ્રભુ
ભાગવતે ભેંસનો સામનો કરવાનો છે
આત્મા તો દિગંબર અને એક વેશીય જ
મનનાં બહુ વેશનો સામનો કરવાનો છે
પૈસો, પ્રતિષ્ઠા જ બન્યો છે હવે પરમેશ્વર
ખુમારીએ પદનાં ખેસનો સામનો કરવાનો છે
દુનિયા છે ખૂબ મોટી ને સમાવી શકે સૌને પણ
ટોચે એકલાં જવાની રેસનો સામનો કરવાનો છે
છે એકલો આ માંહ્યલો ને સામે છે પ્રચંડ માયા
જીવે જીવવાં અનેક ઠેસનો સામનો કરવાનો છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply